ડીસાના ઝાબડીયા ગામે પુર્વ સરપંચના રહેણાંક મકાન પાસેથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ત્રણ શખ્સો થયાં ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસે રૂ.37000 ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો: ડીસા તાલુકાના ઝાબડીયા ગામમાં રહેણાંક મકાનના આગળના ભાગે ખુલ્લામાં જુગાર રમતા સાત શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપી લઇ રૂપિયા 37 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ત્રણ જુગારીઓ નાસી છૂટ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ડીસા તાલુકાના ઝાબડીયા ગામે રહેતા પુર્વ સરપંચ જબ્બરસિંગ સમરાજી ઠાકોર પોતાના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં આગળના ભાગે વરંડામાં જુગાર રમાડતા હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. જેથી પોલીસે ખાનગી વાહનમાં આવી રેડ કરતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસ ભાગમચી હતી પોલીસે સાત શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે રૂપિયા 17000 ની રોકડ તેમજ મોબાઈલ સહિત રૂ.37000 ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. જ્યારે તમામની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ જુગારીયાઓ

(1) મોઘજીભાઈ મફાજી સોલંકી

(2) ટીનાજી મદારજી પરમાર

(3) માનસિંગ દેવુસિંગ સોલંકી

(4) દીપસિંગ ઘેનુજી સોલંકી

(5) લક્ષ્મણસિંહ ફતાજી સોલંકી

(6) દીનાજી ભૂપતજી પરમાર

(7) દિનેશજી ચેનજી સોલંકી

(8) વાલમજી કાનજીજી ઠાકોર

(9) ટીનાજી ખુમાજી ઠાકોર

(10) જબ્બરસિંહ સમરાજી ઠાકોર

રહે. તમામ,જાબડીયા, તા. ડીસા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.