અમેરિકાની એક દુકાનમાં અંધાધુધ ગોળીબાળ, ત્રણ લોકોના મોત; 10 ઘાયલ  

ગુજરાત
ગુજરાત

અમેરિકાના અરકાનસાસ રાજ્યમાં શુક્રવારે એક બંદૂકધારીએ અચાનક એક દુકાન પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. જો કે, આ ઘટનાની જાણકારી એક અધિકારીઓએ આપી હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોર સાથેની અથડામણમાં બે અધિકારીઓ પણ ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના ફોર્ડીસમાં આવેલી કરિયાણાની દુકાન ‘મેડ બુચર’માં સવારે 11.30 વાગ્યે બની હતી.

ફોર્ડીસ લિટલ રોકથી 104 કિલોમીટર દક્ષિણે છે. રાજ્યના પોલીસ ડાયરેક્ટર અને પબ્લિક સેફ્ટી ઓફિસર કર્નલ માઈક હેગરે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “આ ખૂબ જ દુ:ખદ ઘટના છે, જેનાથી અમને આઘાત લાગ્યો છે.” જ્યારે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. પોલીસે હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરી નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.