કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઓફીસમાં 15 મિનીટથી વધુ લેટ પહોંચ્યા તો અડધા દિવસનો કપાઈ જશે પગાર

ગુજરાત
ગુજરાત

કેન્દ્ર સરકારે મોડા ઓફિસ પહોંચનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેમને સમયસર ઓફિસ પહોંચવાની સૂચના આપી છે. ઓફિસ પહોંચવામાં 15 મિનિટથી વધુ વિલંબ થાય તો પગાર કાપી લેવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને કડક ચેતવણી આપી છે. આ મુજબ દેશભરમાં કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા લોકોને માત્ર 15 મિનિટ મોડા આવવાની છૂટ છે. નોંધનીય છે કે કેન્દ્રના કર્મચારીઓનો ઓફિસ સમય સવારે 9 થી સાંજના 5:30 વાગ્યા સુધીનો છે. આવી સ્થિતિમાં તમામ કર્મચારીઓને 9:15 સુધી ઓફિસ પહોંચવાની છૂટ છે. પરંતુ જો કોઈ કર્મચારી સવારે 9:15 થી વધુ મોડા પડે છે, તો તેનો અડધો દિવસનો પગાર કાપવામાં આવશે. ડીઓપીટીનો આદેશ વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાના-મોટા તમામ કર્મચારીઓને લાગુ પડશે.

કોરોના કાળથી ઘણી સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક્સનો ઉપયોગ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે હાજરી રેકોર્ડ કરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ડીઓપીટીએ પોતાના આદેશમાં કહ્યું કે જો કર્મચારીઓ સવારે 9:15 વાગ્યા સુધીમાં ઓફિસ નહીં પહોંચે તો તેમને અડધા દિવસની કેઝ્યુઅલ લીવ ગણવામાં આવશે. જો કે, જો કોઈ કર્મચારી ચોક્કસ દિવસે ઓફિસમાં સમયસર પહોંચી શકતો નથી, તો તેણે તેના ઉપરી અધિકારીને અગાઉથી જાણ કરવી પડશે. ઉપરાંત, કર્મચારીઓએ કેઝ્યુઅલ રજા માટે અરજી કરવાની રહેશે. આ સિવાય ડીઓપીટીએ અધિકારીઓને તેમના વિભાગમાં કર્મચારીઓને સમયના પાબંદ બનાવવા અને તેમની હાજરી પર પણ નજર રાખવા માટે કડક સૂચના આપી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.