ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો : મૂવી રિલીઝ કરી શકશે

ગુજરાત
ગુજરાત

મહારાજ –  ફિલ્મ પર લાગેલા સ્ટે મામલે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી.જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટે લગભગ 1 કલાક અને 25 મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું અને નોંધ્યું હતું કે, હાઈકોર્ટે ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ આ મૂવી રિલીઝ કરી શકશે.

અમે ઓથોરિટી સમક્ષ આ ફિલ્મને અટકાવવા રજૂઆત કરી હતી.પબ્લિક ઓર્ડરને ખરાબ કરે એવી ફિલ્મ ના હોવી જોઈએ. ઓથોરિટી આવા પબ્લિશરને દંડ કરી શકે અને આવી કૃતિને બ્લોક કરી શકે.ફરિયાદીએ વધુમાં કહ્યું હતું કે, ફિલ્મમાં શ્લોકનું અર્થઘટન પણ ટ્રાયલમાં બતાવાયું છે.19 જૂન 2024ના હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષના એડવોકેટ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ બંને પક્ષે કહ્યું હતું કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે. કોર્ટને પાસવર્ડ સાથે લાઈવ લિંક આપવાની વાત કરી હતી. જ્યારે ફરિયાદીએ કહ્યું કે,એક મહારાજ સામેના કેસમાં સંપૂર્ણ સંપ્રદાયની બદનામી છે. ફિલ્મને રોકવા નથી માગતા, પણ ધાર્મિક લાગણીઓ દુભાવી ના જોઈએ.

યશરાજને ફિલ્મમાં એડિટ કરતાં CBFC પણ રોકી શકે નહીં. આમ, OTT પર કોઇ નિયમન રાખનારી સંસ્થા નથી. ઓથોરિટી પાસે કોઈ ધર્મ સામે બદનક્ષી થતી રોકવાની સત્તા છે. અમે ખાલી કોર્ટના નિર્દેશ માગ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.