15 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ ITBPના જવાનોએ કર્યા યોગ

ગુજરાત
ગુજરાત

આજે સમગ્ર વિશ્વમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં દાલ તળાવના કિનારે યોગ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતીય સૈનિકોએ બરફના પહાડોથી લઈને રાજસ્થાનના રેતાળ મેદાનો સુધી યોગ કર્યા છે. સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં ITBPના જવાનોએ 15 હજાર ફૂટથી વધુની ઊંચાઈએ યોગ કર્યા છે. ITBPના જવાનોએ લેહના કરજોક અને પેંગોંગ ત્સોમાં પણ યોગ કર્યા છે. આટલી ઊંચાઈઓ પર યોગ કરતા જવાનોના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. યોગ કરતા જવાનોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતીય સેનાના જવાનોએ ઉત્તરીય સરહદ પર બરફીલા શિખરો પર યોગ કર્યા. જ્યાં સૈનિકોએ યોગ કર્યા છે, ત્યાં ચારે તરફ પર્વતો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા જોવા મળે છે. પહાડોમાં કડકડતી ઠંડી વચ્ચે સૈનિકો એકસાથે યોગ કરતા જોવા મળ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતીય સેનાના જવાનોએ પૂર્વ લદ્દાખમાં યોગ કર્યા. આ દરમિયાન સૈનિકો તેમની આખી બટાલિયન સાથે જોવા મળ્યા હતા. વિશ્વભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સૈનિકોએ દેશના સૌથી ઊંચાઈવાળા વિસ્તારમાં યોગ કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.