હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે. ચોમાસું આગળ વધારવા માટેની સિસ્ટમ વીક પડતા ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી સાત દિવસ ગુજરાતના જુદા- જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ખેડા, રાજકોટ સહિતના જિલ્લામાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા,પંચમહાલ, મોરબી,દાહોદ, અમરેલીમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર,મહેસાણા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યભરમાં આજે હળવાથી મધ્યમ વરસાદ આવવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં લોકોને વરસાદના કારણે આ કાળઝાળ ગરમીથી થોડી રાહત ચોક્કસપણે મળશે.  મોસમ વિભાગ દ્વારા આજે ઠંડર સ્ટ્રોમ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના અનુસાર, અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થશે. આવતીકાલથી આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ હાલ વર્તાઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  મોસમ વિભાગ દ્વારા આ સાથે ચોમાસા અંગે પણ કહેવામાં આવ્યું હતું. મોસમ વિભાગના અનુસાર હાલ ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે અને ચોમાસું નવસારી સુધી અટક્યું છે. પરંતુ આગામી દિવસમાં મેઘરાજા રાજ્યામાં એન્ટ્રી કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.