ઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને છેતરપિંડી કરતાં યુવકની ધરપકડ કરતી સુરત પોલીસ

ગુજરાત
ગુજરાત

સુરતની કાપોદ્રા પોલીસ ને ઓનલાઈન પેમેન્ટ ના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં વ્યક્તિને પકડવામાં સફળતા મળી છે, પકડેલ આરોપી ટીવી મોબાઇલની દુકાન પર જઇ એ.સી, ટીવી, મોબાઇલના માલ ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવી બેંકનો ખોટો ભળતો મેસેજ બતાવી છેતરપિંડી આચારતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે આરોપી અમીત ભરતભાઇ હિરપરાને વરાછા ખાતેથી ઝડપી લેવાયો હતો. પોલીસે આરોપી ની પુછપરછ કરતા આરોપી જણાવ્યું હતું કે તે એ.સી,ટીવી મોબાઇલની દુકાન પર જઈ એ.સી,ટીવી,મોબાઇલની ખરીદી કરતો બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવી ખોટો બેંકનો ભળતો મેસેજ પોતાના મોબાઇલથી દુકાનદારના મોબાઇલમાં કરી દુકાનદાર સાથે છેંતરપીંડી કરતો હતો, અને એ.સી,ટીવી, મોબાઇલ લઇ ફરાર થઈ જતો હતો.

આમ આરોપી અમિત હિરપરાએ એક નહિ પરંતુ અનેકો સાથે છેતરપિંડી કરી છે, વધુમાં આરોપીના તપાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન, ટીવી તે મોટા વરાછા ભવાની હાઇટસ ખાતેથી ખરીદી કરી હતી અને એ.સી કાપોદ્રા હીરાબાગ અવની પાર્ક એપાર્ટમેન્ટ દુકાન નં બે, ખોડીયાર એર કંડીશનર સેલ્સ એન્ડ સર્વીસ નામની દુકાનમાંથી ખરીદી હતી, કાપોદ્રા પોલીસે આરોપીને ઝડપી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.