બનાસકાંઠા જિલ્લાની મગફળીની વિદેશમાં પણ બોલબાલા : ચીન, બ્રાઝિલ, થાઈલેન્ડ જેવા દેશોમાં જીલ્લા મગફળીની મોટી માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

સૌરાષ્ટ્ર બાદ સૌથી વધુ મગફળીનું બનાસકાંઠામાં ઉત્પાદન: ખેતીપ્રધાન દેશ ભારતમાં ગુજરાત રાજ્ય માં  અનુકૂળ વાતાવરણને લઈ ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી રહયુ છે ગુજરાતમાં થતી અનેકવિધ ખેતી દેશના એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ એન્જીનનું કામ કરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાકતી મગફળી ની  દુનિયાભરમાં માંગ જોવા મળી રહી છે જેના કારણે મગફળી નું ધૂમ ખરીદી અને વેચાણ થઇ રહ્યું છે દુનિયાભરમાં બનાસકાંઠાની મગફળીની મોટી માગ રહેલી છે  મગફળીની એક ડઝન કરતા વધારે દેશોમાં માંગ છે  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનાં સારા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય છે જે મગફળીની ચીન, બ્રાઝિલ, મલેશિયા, આર્જેન્ટિના, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ સહિતના ડઝન કરતા વધારે દેશોમાં  ભારે માગ છે. એટલું જ નહીં આ ઉપરાંત ગલ્ફ કન્ટ્રીઝમાં પણ મગફળી એ જબ્બર જસ્ત માર્કેટ જમાવ્યું છે. અંગે કેટલાક વેપારીઓ કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાંથી લગભગ 15થી વધારે દેશોમાં મગફળીની નિકાસ કરવામાં આવે છે ત્યારે મગફળીની મોટી માંગને લઈ માર્કેટમાં ભાવો પણ સતત જળવાઈ રહેલા જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનું વાવેતર થાય છે: બનાસકાંઠા  જિલ્લામાં ખેડૂતો ઉનાળામાં અને ચોમાસામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરતા હોય છે. અત્યારે ઉનાળુ મગફળીનું ખેડૂતો ઉત્પાદન મેળવી રહ્યા છે. જેથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી લઈ ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે. અહીં દરરોજની 40 હજાર કરતાં વધુ બોરીની ડીસા માર્કેટમાં આવક નોંધાઈ રહી છે. આ મગફળીની માંગ ગુજરાતની સાથે સાથે દેશ અને વિદેશમાં પણ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લો મગફળીનું હબ બનવા તરફ અગ્રેસર: સૌરાષ્ટ્રને બાદ કરતાં સૌથી વધુ મગફળીનું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થતું હોય છે ઉનાળુ સિઝન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં 30 હજાર થી વધુ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થતું હોય છે જ્યારે ચોમાસાની ઋતુમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે જેમાં સરેરાશ 1.50 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થતું હોય છે.

ખેડૂતોને માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવો પણ સારા મળી રહ્યા છે: ગત વર્ષે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1273 નક્કી કરેલ હતા. તેનાથી વધુ ભાવ ડીસાના ખુલ્લા બજારમાં મળતા ખેડૂતો વધુ પ્રમાણમાં મગફળીનું વેચાણ માટે આવતા હોય છે  ડીસાની મગફળી ગુજરાતના તમામ સ્ટેટમાં અને દેશ-વિદેશમાં નિકાસ થાય છે. આ વર્ષે મગફળીના પ્રતિ 20 કિલોના 1200 થી લઈ 1411 રૂપિયાના ભાવ છે જે ગત વર્ષની સરખામણીમાં સો રૂપિયા વધારો નોંધાયો છે.જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.  મગફળીની સપ્ટેમ્બર સુધી આવક જોવાં  મળવા ની સાથે ભાવો પણ જળવાઈ રહે તેવી સંભાવના છે તેમજ જો કદાચ માંગ વધે તો ભાવમાં ઉછાળો આવવાની શક્યતા રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.