ડીસામાં કાળઝાળ ગરમી વચ્ચે લીલી શાકભાજીના ભાવોમાં વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાવો આસમાને પહોંચતા ગૃહીણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું: ડીસા સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીએ લોકોને બેહાલ કર્યા છે. આકરી ગરમી વચ્ચે લીલી શાકભાજીમાં ભાવોમાં વધારો થતા લોકો લીલી શાકભાજીની જગ્યાએ બટાટા અને કઠોળ ખાવા મજબુર બન્યા છે.

બનાસકાંઠાના ડીસા અને આજુબાજુના વિસ્તારોમાં મોટા ભાગે ખેડૂતો સીઝનના પાક સાથે શાકભાજીનું પણ મોટા પાયે વાવેતર કરે છે. જેમાં ઉનાળાની સીઝન દરમિયાન ડીસા પંથકમાં તુરીયા, ભીંડા, ગવાર, કાકડી, ચોળી, પરવર સહિતના શાકભાજી મોટા  પ્રમાણમાં વાવે છે જોકે આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીના કારણે શાકભાજીના પાકને પણ વ્યાપક નુકશાન થતા ડીસા શાકમાર્કેટમાં આવક સતત ઘટતાં લીલી શાકભાજીના ભાવો આસામને પહોંચ્યા છે. જેમાં  હાલમાં શાકનો રાજા એવા બટાટાના ભાવો પણ પ્રતિ કિલો 40 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે લીલી શાકભાજીની જગ્યાએ બટાટા ખાઈ ચલાવતા  મધ્યમ વર્ગનું રસોડાનું બજેટ પણ ખોરવાયું છે.

શાકભાજીના ભાવો

કાકડી – પ્રતિ કીલો 50 રૂપિયા

ગવાર – પ્રતિ કીલો 60.રૂપિયા

ચોળી – પ્રતિ કીલો 65 રૂપિયા

તુરીયા -પ્રતિ કીલો 45 રૂપિયા

પરવર – પ્રતિ કીલો 70 રૂપિયા

વટાણા અલ્વર – પ્રતિ કીલો 120 રૂપિયા

મરચા – પ્રતિ કીલો – 100 રૂપિયા

રીગણ – પ્રતિ કીલો – 80 રૂપિયા

દૂધી – પ્રતિ કીલો – 60 રૂપિયા

કારેલા- પ્રતિ કીલો -70 રૂપિયા

લીંબુ -પ્રતિ કીલો – 200 રૂપિયા

ધાણા કોથમીર – પ્રતિ કીલો 400 રૂપિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.