સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના સાંસદના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ ને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ઇન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ ને બનાસકાંઠા સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા સુરત થી ઝડપી પાડ્યો છે જેમાં 07 જૂનના ફેસબુક માં લાઈક કરી આ ઇસમ ખરાબ તેમજ અભદ્ર ટિપ્પણી કરી હતી.

સોશિયલ મીડિયામાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર વીડિયોમાં ખરાબ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમને બનાસકાંઠા સાઇબર ક્રાઇમ ટીમે બાતમી હકીકતના આધારે ઝડપી પાડ્યો છે. જેમાં 6-2024 ના ઈન્ટરનેટ દ્વારા સ્યોશલ મીડિયામાં કનુભાઈ ગોહિલ નામના અજાણ્યા ફેસબુક એકાઉન્ટ ધારક દ્વારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર ને એક લાઈવ વીડિયોમાં ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી.

જે સંદર્ભ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ફેસબુક ધારક વિરુદ્ધ ગુરુ નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વિલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે ફેસબુક એકાઉન્ટ ધારક ની માહિતી એકત્ર કરી ગુનો નોંધાયેલ ને શોધી કાઢવા ફેસબુક માં અભદ્ર ટિપ્પણી કરનાર ગુનાના આરોપી કનુભાઈ રામભાઈ ગોહિલ ને સુરત ખાતેથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.