વરસાદના આગમન પહેલા આકાશમાં વાદળો ની જમાવટ પરંતુ વધુ વરસાદ રાહ જોવડાવે તેવી શક્યતાઓ

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લામાં તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રી ઉપર રહેતા ગરમીનું પ્રમાણ યથાવત: નૈઋત્યનુ ચોમાસુ દેશના દક્ષિણ- પુર્વોત્તર વિસ્તારમાં સક્રિય થઈ જે આગળ વધીને મુંબઈ-મહારાષ્ટ્ર થઈ  ગુજરાતમાં પ્રવેશી રાજ્યના કેટલાક વિસ્તારોની  વિધીવત રીતે પ્રારંભ થયા બાદ ચોમાસાની ગતિ નબળી પડતા બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં નેઋત્ય ચોમાસાનું આગમન હજુ એક સપ્તાહ બાદ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે ચોમાસાના પુર્વારંભે મહત્તમ તાપમાન ૪૦ ડિસે તેમજ ભેજનુ પ્રમાણ ૬૭ થી ૭૫ ડિસેની આસપાસ રહેતા વાદળો બંધાવાનુ શરૂ થતાં અસહ્ય ગરમી-ઉકળાટે પ્રજાજનોને પરેશાન કરી મૂક્યા છે

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી સક્રિય થતાં ચોમાસુ ઋતુ નજીક હોવાના સંકેત વર્તાઈ રહયા હતા પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ અટકી જતા હજુ થોડા સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શરૂઆતમાં ચોમાસુ વિધિવત રીતે આગળ વધી રહ્યું હતું અને આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવી હતી પરંતુ ત્યારબાદ કેટલાક ફેરફારો થતાં ફરી એકવાર ચોમાસુ તેના નિયત સમય પ્રમાણે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ પણ યથાવત જોવા મળી રહ્યું છે. જેમાં ગુરુવારે મહત્તમ પારો ૪૦.૪ ડિસે, લઘુત્તમ પારો ૨૮.૮ ડિસે ઉપર રહેતા બનાસકાંઠા વાસીઓને કાતિલ ઉનાળાની અનુભુતિ વર્તાઇ છે. ત્યારે પ્રજાજનો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

આગામી તા.૨૦મી જૂન બાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ શકે: દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ ત્યારબાદ ચોમાસાની ગતિ મંદ પડતા આગળ વધતું ધીરે ધીરે અટકી રહ્યું છે જે જોતાં  આગામી ૨૦ જૂન બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ જશે. તેવી હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે.

જગતનો તાત હવે વરસાદની રાહ જોઈ બેઠો છે: બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં ઉનાળુ સિઝન લેવાની કામગીરી ધંધો કાર ચાલી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે જેમાં આકાશી આધારિત ખેડૂતો ખેતરો તૈયાર કરી ખરીફ સીઝનની વાવણી માટે વાવણી લાયક વરસાદ થાય તેની જ રાહ જોઈ રહ્યા છે.

રાજ્યના કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટીને લઈ હળવા થી મધ્યમ વરસાદ થઈ શકે છે: હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત નવસારી તાપી ડાંગ વલસાડ સહિતના જિલ્લાઓમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીને લઈ હળવા થી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આગામી 17 જૂન સુધી વરસાદની કોઈ શક્યતાઓ દર્શાવવામાં આવી નથી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.