![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/છાપી-હાઇવે-ઉપર-આરોગ્ય-hed.jpg)
છાપી હાઇવે ઉપર આરોગ્ય વિભાગે સ્વસ્થતા અંતર્ગત તપાસ હાથ ધરી : ૭૧ એકમો દંડાયા
હોટલો, પાર્લરો,નાસ્તા હાઉસ ની દુકાનો માં સ્વસ્થતા ને લઈ ક્ષતિઓ જણાતા રૂ. ૫૨૮૦૦ દંડ વસુલાયો: વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલ વિવિધ એકમો ઉપર વડગામ આરોગ્ય વિભાગે બુધવારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક ક્ષતિઓ સાથે સ્વચ્છતા માં અભાવ જણાતા તંત્ર દ્રારા સ્થળ ઉપર દંડનાત્મક કાર્યવાહી હાથ ધરતા વ્યવસાયકારો માં દોડધામ મચી ગઇ હતી.
તાજેતર માં પાલનપુર શહેરમાં ઝાડા ઉલ્ટી ના કેસો સામે આવતા તંત્ર એ અનેક વિસ્તારો ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર સફાળું જાગી તકેદારી રૂપે વિવિધ તાલુકાના આરોગ્ય વિભાગ ને સૂચના ઓ આપવામાં આવી હતી. જેને લઈ વડગામ તાલુકા હેલ્થ ઓફિસર ની સીધી દેખરેખ નીચે છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો, પાર્લરો, નાસ્તા સેન્ટરો સહિત ની ખાણી-પીણી ના સ્ટોલો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્વસ્થતા માં અનેક ક્ષતિઓ જણાતા સ્થળ ઉપર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય સુપરવાઈઝર એલ.એ.નાઈ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત ના કર્મીઓ સાથે રાખી ચાર ટિમો એ ફૂલ ૭૧ એકમો ઉપર તપાસ હાથ ધરી હતી. જેમાં અનેક ક્ષતિઓ સહિત નિયમો નું પાલન ન કરાતું હોવાનું જણાઈ આવતા સ્થળ ઉપર દંડનીય કાર્યવાહી કરી ૭૧ એકમો પાસે થી કુલ રૂ. ૫૨૮૦૦ નો દંડ વસૂલવા માં આવ્યો હતો. આરોગ્ય વિભાગ ની ઓચિંતી તપાસ ને લઈ ખાણી – પીણી ના સંચાલકો માં ફફડાટ વ્યાપી ગયો હતો.
Tags Banaskantha chhapi Palanpur