પાલનપુર એસ.ટી.બસ પોર્ટ પર ફરી માથું ઉંચકતા અસમાજિક તત્વો

બનાસકાંઠા
બનાસકાંઠા

એક દુકાનમાં ધોકા અને હોકી વડે હુમલાની રાવ: પાલનપુર ન્યુ એસ.ટી.બસપોર્ટમાં ફરી એક વાર અસામાજિક તત્વો એ માથું ઊંચક્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક દુકાનમાં હુમલો કરી તોડફોડ કરાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે.

પાલનપુર ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર ફરીએકવાર અસામાજિક તત્વોએ એસટી પોર્ટમાં આવેલી દુકાનમાં ધોકા અને હોકી વડે તોડફોડ કરી દુકાનચાલક પર હુમલો કર્યો હતો. દુકાનમાં કાઉન્ટરના કાચ ફોડી એસટી પોર્ટ માં આસામાજિક તત્વોએ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ચાર માસ અગાઉ પણ એસ ટી પોર્ટ માં અસામાજિક તત્વો દ્વારા તલવાર અને હોકી વડે હુમલા ની ઘટના બની હતી. જોકે, હુમલાની ઘટના નો વિડિયો સોશિયલ મીડિયા મા વાઇરલ થયો છે પણ હુમલાનું કારણ જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.