મોદી સરકાર 3.0નું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી થશે શરૂ, આ દિવસે યોજાશે લોકસભા અધ્યક્ષની ચૂંટણી

ગુજરાત
ગુજરાત

ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. શપથ લીધા પછી જ મોદી સરકાર 3.0 તેના સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. નવી NDA સરકારે ખેડૂત કલ્યાણ સહિતના ઘણા નિર્ણયો લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.

લોકસભાનું પ્રથમ સત્ર 18 જૂનથી શરૂ થવાની સંભાવના 

દેશની 18મી લોકસભાનું પ્રથમ સત્ર 18 જૂનથી શરૂ થવાની સંભાવના છે. સત્રની શરૂઆત ગૃહના સભ્યો તરીકે નવા ચૂંટાયેલા ઉમેદવારોના શપથ ગ્રહણ સાથે થશે. મળતી માહિતી મુજબ ત્રણ દિવસ સુધી સાંસદોનો શપથ ગ્રહણ થશે.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને થઈ શકે છે. જ્યારે રાષ્ટ્રપતિનું સંબોધન 21 જૂને થવાની સંભાવના છે. શપથ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને આ રીતે સત્રનું ઔપચારિક ઉદ્ઘાટન થશે. સત્ર દરમિયાન વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગૃહોમાં પરિચય પણ કરાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.