પાકિસ્તાને મોદીને નથી આપ્યા અભિનંદન, પરંતુ કહ્યું- અમે ભારત સાથે સહકારી સંબંધો ઈચ્છીએ છીએ
વિશ્વના 50થી વધુ દેશોએ રેકોર્ડ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, પરંતુ પાકિસ્તાને હજુ સુધી મોદીને અભિનંદન આપ્યા નથી. પરંતુ હવે પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે તે ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે ‘સહકારી સંબંધો’ ઈચ્છે છે અને વિવાદો વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. નરેન્દ્ર મોદી રેકોર્ડ ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે ચૂંટાયા બાદ પાકિસ્તાન તરફથી આ ટિપ્પણી આવી છે.
ભારત-પાકિસ્તાનના સંબંધો તંગ ચાલી રહ્યા છે
ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 ની કેટલીક જોગવાઈઓને રદ કર્યા પછી પાકિસ્તાને ભારત સાથેના તેના સંબંધોને ડાઉનગ્રેડ કર્યા. પાકિસ્તાનનું માનવું છે કે આ નિર્ણયથી પડોશીઓ વચ્ચે વાતચીતનું વાતાવરણ નબળું પડી ગયું છે. ભારતે સતત કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે પરંતુ ભારપૂર્વક જણાવ્યું છે કે આવા સંબંધો માટે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી ઈસ્લામાબાદની છે. બલોચે કહ્યું, “પાકિસ્તાન શાંતિ જાળવવામાં માને છે. અમે આશા રાખીએ છીએ કે ભારત બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે શાંતિ જાળવવા અને વાતચીત આગળ ધપાવવા પગલાં લેશે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોના નિરાકરણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે.