રાહુલ ગાંધીને વિપક્ષના મુખ્ય નેતા બનાવવાની માંગ, શું રાહુલ ગાંધી લેશે આ મોટી જવાબદારી? CWCની બેઠકમાં આજે નિર્ણય લેવાશે

ગુજરાત
ગુજરાત

દિલ્હીમાં વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર છે. રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સ્વીકારવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન કોંગ્રેસ આજે નક્કી કરશે કે સંસદમાં પાર્ટીના સાંસદોનું નેતૃત્વ કોણ કરશે.

પંજાબના LOP અને કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવા કહે છે, કે “બધું પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. સમગ્ર દેશની માંગ છે કે રાહુલ ગાંધી વિપક્ષના મુખ્ય નેતા તરીકે ઉભરી આવે. આ પદ યોગ્ય છે અને જો તેઓ આ ભૂમિકા ભજવશે તો પાર્ટીને પણ મહત્વની ભૂમિકા મળશે.

શું રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો કાર્યભાર સંભાળવા તૈયાર છે?

કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે, તેમણે વિપક્ષના નેતાનો કાર્યભાર સંભાળવો પડશે. વીરપ્પા મોઈલીએ કહ્યું, આપણે ઘણી બાબતો પર ચર્ચા કરવાની જરૂર છે. જે રીતે કોંગ્રેસ અને ઇન્ડિયા ખૂબ ઊંચી મત ટકાવારી અને બેઠકો મેળવી છે. તે રીતે રાહુલ ગાંધીએ આ દેશના વડાપ્રધાન બનવું જોઈતું હતું પરંતુ અમે તે ચૂકી ગયા. લોકપ્રિયતાના મામલામાં નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે પાછળ રહી ગયા છે. અમે આગળ વધી રહ્યા છીએ, અને આજે નહીં તો કાલે કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાછા આવવું પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.