પાટણ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણમાં કેનાલની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી

પાટણ
પાટણ

પાટણના ટેલીફોન એક્સચેન્જ થી રાજનગર સુધીની કેનાલ સાફ કરાઈ: પાટણમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી જેવી કે ખાડા પુરણ, કેચપીટ મેઈનહોલ-કાંસની સફાઈ, કેનાલ, તળાવ ઊંડા કરવાની બાબત, રસ્તા રીપેરીંગ, તેમજ નદી- નાળાની સફાઈ કરવામાં આવી રહી છે.

જિલ્લાની તમામ નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાટણના ટેલીફોન એક્સચેન્જ થી રાજનગર સુધીની કેનાલને સાફ કરવામાં આવી હતી. અન્ય નગરપાલિકા દ્વારા પણ આ જ રીતે વિવિધ સ્થળોએ સાફ-સફાઈ કરીને પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુનની કામગીરી માટે જિલ્લાના મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, સુરક્ષિત સ્થળો ચકાસવા, UGVCL, પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લા-તાલુકાએ શરૂ કરવાના કંટ્રોલ રૂમ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.

તદઉપરાંત કેનાલ – રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતાં હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવાં, ઝાડી-ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાંની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં વગેરેની કામગીરી જરૂરી બની રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.