ગુજરાતભરમાં નવરાત્રીની અનોખી ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘરે ગરબાની રમઝટ

ગુજરાત
ગુજરાત

આ વર્ષે કોરોના મહામારીને પગલે નવરાત્રીમાં ગરબાની રમઝટ જોવા નહીં મળે. પરંતુ ગણતરીના લોકો સાથે માતાજીની આરતી કરી શકાય છે. ત્યારે ગઈકાલે નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં સોસાયટી, મોહલ્લા, પોળ, મંદિરમાં માતાજીની સ્થાપના આરતી સાથે સોશ્યિલ ડિસ્ટનસિંગ અને કોવિડની ગાઈડલાઈન સાથે ભક્તિભાવ પૂર્વક નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદની રાજા મહેલાની પોળમાં પણ ભક્તોએ માસ્કત તેમજ અમુક અંતરની દૂરી સાથે માતાજીની આરતીમાં જોડાયા હતા. જ્યારે ઊંઝાના સુપ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરમાં પણ લોકોએ ભીડભાડ કર્યા વગર ગ્રાઉન્ડમાં દોરેલા ગોળ કુંડાળામાં ઉભા રહી માતાજીની આરતીનો લાહો લીધો હતો.

ગુજરાતીઓ માટે નવરાત્રી સૌથી ખાસ તહેવારો માનો એક છે. નવરાત્રીના એક મહિના પહેલા જ ખેલૈયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી સહિતની તૈયારીઓમાં લાગી જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. જોકે ગુજરાતીઓએ આનો પણ તોડ નીકાળી લીધો છે. આ વર્ષે ગ્રાઉન્ડમાં નહીં રમાય તો લોકોએ ઘરને જ ગ્રાઉન્ડ બનાવીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. પોતાના પરિવાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેલી ખેલૈયાઓ માતાજીની આરતી કર્યા બાદ ગરબે ગુમ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં લોકોએ અલગ-અલગ અંદાજમાં 2020ની નવરાત્રીની શરૂઆત કરી હતી.

મહેસાણના ઊંઝામાં દર વર્ષે નવરાત્રીનો મોટો ઉત્સવ જોવા મળે છે. ગત વર્ષે ઉમિયાના જયઘોશ સાથે પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. પહેલા દિવસે ઊંઝામાં લાખો ભક્તોએ મા ઉમિયા ના દર્શન કરી આશિર્વાદ લીધા હતા. ત્યારે મહાયજ્ઞમાં પહેલા દિવસની આરતી સીએમ રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે આરતી ઉતારી હતી. 2019ની નવરાત્રીના પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હતો.

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની રાજા મહેતાની પોળમાં અનોખી રીતે નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. શહેરનો સૌથી ગીચ વિસ્તાર એટલ કે કાલુપુર. કાલુપુરમાં આવેલી રાજા મેહતાની પોળમાં વર્ષોથી તોતડા માતાજીની પલ્લી નીકળવાના આવે છે. અહીં સ્થાનિક લોકોની માન્યતા છે કે તોતડા માતાની પલ્લી અને મંદિરમાં આજના દિવસે પૂજા આરાચના કરવાથી જે લોકો બોલી નથી શકતા કે તોતડા બોલે છે. તે અહીંયા આવી બાધા રાખે તો તેની બાધા પુરી થઈ જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.