મોડાસા-માલપુર હાઈવે પર ST બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

ગુજરાત
ગુજરાત

 રાજ્યમાં અકસ્માતનાં બનાવો દિવસને દિવસે વધતા રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોડાસા-માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસ.ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.  મોડાસા-માલપુર હાઈવે પર સાકરીયા બસ સ્ટેશન નજીક એસ.ટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.