પુણે પોર્શ અકસ્માત કેસમાં સગીર આરોપીની માતાની ધરપકડ, પુત્રના બ્લડ સેમ્પલ બદલવાનો આરોપ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 મહારાષ્ટ્રના પુણેમાં પોર્શ કાર અકસ્માતમાં સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલની પોલીસે શનિવારે ધરપકડ કરી છે. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે આરોપીની માતા પર તેના પુત્રના બ્લડ સેમ્પલ બદલવાનો આરોપ છે. શિવાની અગ્રવાલે તેના પુત્રના બ્લડ સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં પરંતુ તેમાં ફેરફાર પણ કર્યો હતો. આ સમાચાર બધાની સામે આવતા જ શિવાની અગ્રવાલ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.

પોલીસનો દાવો છે કે માતાએ પોતાના પુત્રને બચાવવા માટે આ યુક્તિ રમી હતી. આ કરવા પાછળનો તેમનો હેતુ એ બતાવવાનો હતો કે અકસ્માત સમયે તેમના પુત્રએ દારૂ પીધો ન હતો. થોડા દિવસો પહેલા આરોપીની માતાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પોલીસને તેના પુત્રને બચાવવા માટે આજીજી કરી રહી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેના પુત્રનો નથી. આજે શિવાની અગ્રવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પુણેમાં પોર્શ કાર અકસ્માતમાં પૂણેની હોસ્પિટલના એક સહિત બે ડોક્ટરની ધરપકડ થઈ ચૂકી છે, આ સિવાય આ કેસમાં આરોપીના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરો પર સગીરના પિતા પાસેથી લાંચ લઈને સગીરના મેડિકલ રિપોર્ટ સાથે ચેડા કરવાનો આરોપ છે. આ સિવાય હોસ્પિટલના પટાવાળાની પણ સોમવારે (27 મે)ના રોજ બ્લડ સેમ્પલ સાથે ચેડા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

કેવી રીતે થયો પૂણે પોર્શ અકસ્માત?

19 મેના રોજ સવારે પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં એક ઝડપી પોર્શ કારે બે આઈટી પ્રોફેશનલ્સની બાઇકને ટક્કર મારી હતી. જે બાદ આ અકસ્માતમાં બંનેના મોત થયા હતા. પોલીસનો દાવો છે કે અકસ્માત સમયે 17 વર્ષનો સગીર છોકરો દારૂના નશામાં હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.