ભીષણ ગરમી વચ્ચે આસામમાં પુર જેવી સ્થિતિ, પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં પ્રચંડ ગરમી સતત તબાહી મચાવી રહી છે. એક તરફ લોકો વરસાદ માટે તરસી રહ્યા છે તો બીજી તરફ આસામમાં પૂરની શરૂઆત થઈ ગઈ છે. પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસાના પ્રવેશ પહેલા જ આસામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આસામના અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા છે. પૂરમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. આસામના પહાડી વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યના નીચેના વિસ્તારોમાં પૂર આવ્યું છે. આ ઉપરાંત ભુતાનના ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આસામના 9 જિલ્લાઓમાં 3 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.

આસામમાં આવેલા આ પૂરને કારણે અનેક ઘરો ધોવાઈ ગયા છે. સાથે જ રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે. ભૂટાનમાંથી પાણી છોડવાને કારણે નદીઓમાં પણ વધારો થયો છે. તેમજ અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. રસ્તાઓ પર પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. પૂરના કારણે સમગ્ર રાજ્યમાં અરાજકતાનો માહોલ છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.