દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુની બનાવટો વેંચતા લારી ગલ્લા, પાર્લર, દુકાનો પર સરપ્રાઈઝ ચેકીંગ
તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમારના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકાના દાંતા ખાતે આજરોજ 31મી મે “વિશ્વ તમાકુ નિષેધ દિન” 2024 ની ઉજવણી નિમિતે આરોગ્ય સ્ટાફ દ્વારા “વિશ્વ તમાકુ નિષેધ દિન” અંતર્ગત રેલી કાઢવામાં આવી તેમજ “વિશ્વ તમાકુ નિષેધ દિન”-2024 ની થીમ (તમાકુ ઉદ્યોગ ના હસ્તક્ષેપથી બાળકો નુ રક્ષણ) ના સંપૂર્ણ અમલિકરણ થાય તે હેતુ થી દાંતા તાલુકામાં તમાકુ અને તેની પ્રોડક્ટ વેંચતા તમામ પાન ગલ્લા, પાન પાર્લર, દુકાનો, નુ પ્રા.આ.કે. મોટાસડા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું.
જેમાં કોટપા એક્ટ ની કલમ 6-અ હેઠળ કાયદા નુ પાલન ન કરનાર વેપારી-દુકાનદાર ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી, જેમાં કુલ મળીને 1150 રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ, અને રાહુલભાઈ ની ટીમે મેડિકલ ઓફિસર ર્ડો. ભુમિકાબેન રાઠોડ અને તાલુકા સુપરવાઇઝર હસમુખભાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન અને કામગીરી કરી હતી