થોડા દિવસ અગાઉ મૃતકના નામે બેંકે લોન પર બાઈક આપ્યું હોવાની ઘટના : 2 આરોપીની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે થોડા દિવસ અગાઉ એક મૃતકના નામે બેંકે લોન પર બાઈક આપ્યું હોવાની ઘટના સામે આવી હતી. ઘરે આરસી બુક આવતા મૃતકના પરિવારજનો ચોકી ઉઠ્યા હતા જે મામલે પોલીસ અને બેંકમાં લખિત જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની મૃતકના પરિવારે માંગ કરી છે.જેમાં ડીસા ઉતર પોલીસે ફરિયાદના આધારે આજે 2 આરોપીની અટકાયત કરી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તા 23 ડિસેમ્બર 2023 ના રોજ મોત થયું હતું અને મૃતકની મરણ નોંધણી પણ કરાઈ હતી. ત્યાર તેમના મૃત્યુ ના બે માસ બાદ કોઇ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજુ કરી મહિનદ્રા કોટક પ્રાઈમ લિ. ના માંથી લોન મેળવી ટી.વી.એસ કંપનીનું બાઈક ખરીદી લીધુ હતું. જે બાદ મૃતકના ઘરે બાઈકની આરસી બુક આવતા જ પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. આરસી બુકમા તા5.2.2024 ના રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું અને GJ 08 DF 0808 નંબર હતો.

જે બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા સાથે બેંકમાં અને શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી લેખિત ફરિયાદ આપી હતી. અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે. જે બાત ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસના દૂર શરૂ કર્યા હતા અને મૃતકના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરી બાઈક ની ખરીદી કરનાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓએ હાલ મૃતક ના નામે ખોટા દસ્તાવેજો કરી બાઈક ખરીદી કરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે આ બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે જીવતા માણસને પણ લોન લેવા માટે બેંકના ધક્કાઓ ખાવા પડે છે ત્યારે મૃતકના નામે કઈ રીતે લોન થઈ તે અંગે બેંકના કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મૃતકના પત્ની વર્ષાબેન ઠાકોર માંગ કરી રહ્યા છે કે આ જે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં કોઈ બીજા સાથે આવી ઘટના ન બને..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.