વડોદરામાં ડ્રાઈવરનાં ઘરે સ્માર્ટ મીટર લગાવતા આવ્યું 13 લાખનું લાઈટ બીલ

ગુજરાત
ગુજરાત

વડોદરામાંથી તમને મુંઝણમાં મુકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહિ એક ઘરમાં સ્માર્ટ મીટર લગાવતા 13 લાખનું બીલ આવ્યું છે. જી હા, તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યુ છે. જોકે, શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરથી  લાખો રૂપિયાનું બિલ આવતા લોકો ચિંતામાં મુકાયા છે. અહી જેતલપુરમાં ડ્રાઇવરને ત્યાં 13 લાખનું બિલ આવ્યું છે. આ ઘરમાં બે પંખા અને બે લાઈટ છે. ત્યારે ગ્રાહકે MGVCLને રજૂઆત કરતા ભૂલ સુધારી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરમાં ફરીએકવાર લાખોમાં બીલ આવતા લોકો ચિંતામાં મુકાયા છે. આપણે જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે જ્યાં લાખોમાં બીલ આવ્યા હોય આ અગાઉ સુભાનપુરામાં રૂપિયા 9 લાખનું બિલ આવ્યું હતું. જેમાં આ વખતે એમ.જી.વી.સી.એલને રજુઆત કરતા બિલ સુધારી દીધું હોવાનો દાવો કર્યો છે. તેમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ટેક્સ્ટ એરર બતાવવામાં આવી હતી. સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે વિવિધ શહેરોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.