![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/અંબાજી-જીઆઇડીસી-હેડ.jpg)
અંબાજી જીઆઇડીસી વિસ્તારમાં અકસ્માત, બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત એકનું મોત લોકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અંબાજી ખેડબ્રહ્મા હાઇવે માર્ગ પર સાંજના સુમારે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. અંબાજી ખેડબ્રહ્મા હાઇવે માર્ગ ઉપર અનેકો માર્બલ ઉદ્યોગ અને માઈન્સ આવેલી છે. જેથી આ રોડ ઉપર અનેકો વાહનો સહિત ભારી વાહનો ની અવરજવર થતી હોય છે.
અંબાજી ના જીઆઇડીસી વિસ્તારમાં ટ્રેલર ચાલક જીઆઇડીસી વિસ્તારમાં અચાનક ટર્ન કાપતા બાઈક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક અંબાજી તરફ આવતું હતું અને બાઈક ઉપર ત્રણ લોકો સવાર હતા. અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. બાઈક પાછળ બેઠેલા મહીલા અને પુરુષને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંબાજી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્તો ને પાલનપુર ખસેડવામાં આવ્યા છે.બાઈક ચાલક દાંતા તાલુકાના માળ ગામનો રહેવાસી હોવા નુ જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહાર એક તરફનો બંધ કરાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ઘટના સ્થળે થી ફરાર થયો હતો.