મહેસાણામાં કાળજાળ ગરમી પડતા દુધીના પાકને મોટું નુકશાન, ખેડૂતો નિરાશ
ઉ.ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં આ દિવસો કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમી વચ્ચે મહેસાણા, હિંમતનગર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ ગરમી પડવાને કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવવાનો વારો આવ્યા છે. તમને જણાવી દઈએ કે અહિયાં દુધીનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થતાં ખેડૂતો નિરાશ થયા છે. ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી અને શાકભાજી વર્ગની ખેતી કરી રહ્યાં છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ મહેસાણા, હિંમતનગર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ ગરમી પડવાને કારણે દુધીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે અહીના સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે તેને પોતે બે વિઘામાં દૂધીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખૂબ જ ગરમી પડવાને કારણે દુધીના પાકમાં મોટી નુકસાની થઇ છે. તેમને વધુમાં કહ્યું કે અહી દર વર્ષે 200 મણ દુધીનું ઉત્પાદન થાય છે. પરંતુ તેની સામે હાલ 10 મણ ઉત્પાદન જોવા મળ્યું છે, જેથી મોટું નુકશાન થયું છે. ત્યારે હિંમતનગર તાલુકાના ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો અહી 250થી વધુ હેક્ટરમાં ખેડૂતો શાકભાજી વર્ગનું વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ખૂબ જ તડકો પડવાને કારણે અહી દુધી, કાકડી, કરેલા તેમજ અન્ય શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. 43 ડિગ્રી તાપમાન થવાના કારણે દુધી તેમજ અન્ય શાકભાજીના પાકમાં આવતા ફ્લાવરિંગ ખરી પડ્યાં છે. જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે.