ભાભરમાંથી ચોરીના સાત બાઈક સાથે એક રીઢો આરોપી પકડાયો : અલગ અલગ પાંચ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

એલસીબી પોલીસે રૂ.૨.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા સાત બાઈક સાથે એલસીબી પોલીસે આરોપીને ઝડપી લેતા પાંચ અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાત બાઈક સાથે આરોપીને ભાભર પોલીસ મથકે સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એલસીબી પીએસઆઇ એલ.બી. આહીર, એ.એસ.આઈ. વિજયકુમાર , પો.કો. ભરતભાઈ, વિષ્ણુભાઈ, પ્રધાનજી, કિસ્મતજી, અશોકભાઈ અને જયપાલસિંહ સહિતની એલસીબીની ટીમ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ બાઈક રોકાવી પોકેટ કોપમા સર્ચ કરી આરોપી રીઝવાન અબ્દુલ સુમરા (રહે. લુદરા તા. દિયોદર) ની અટકાયત કરી પૂછપરછ કરતાં તેના કબજામાંથી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા અલગ અલગ પાંચ ગુનાનાં સાત બાઈક કબજે કરી ભાભર પોલીસ સ્ટેશનના પાંચ વણ ઉકેલાયેલા ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસ ટીમને સફળતા મળી છે. સાત બાઈક (કિંમત રૂ.૨,૨૫૦૦૦/) ના મુદ્દામાલ સાથે આરોપી રીઝવાન અબ્દુલ સુમરાને આગળની કાર્યવાહી માટે ભાભર પોલીસ મથકે સોંપ્યો છે.જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પકડવાના બાકી આરોપીઓ- (અસ્વીંદભાઈ દરમાજી માળી રહે.લુણવા તા.થરાદ) (દર્શન પ્રભુસમભાઈ જોથી રહે.વાસરડા તા.વાવ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.