અંબાજી ખાતે એસટી ડેપો માં પણ તકેદારી ના ભાગરૂપે ડ્રાઈવર કંડેક્ટરો ને ફાયર ફાઈટર સાથે મોકડ્રિલ યોજવામા આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજકોટ ના ગેમઝોન માં બનેલી ગોજારી ઘટના બાદ રાજ્યભર નું વહીવટીતંત્ર સફાળું જાગ્યું ફરી કોઈ ગેમઝોન જેવી ઘટના ન બને તે માટે તકેદારી ના પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે એસટી ડેપો માં પણ તકેદારી ના ભાગરૂપે ડ્રાઈવર કંડેક્ટરો ને ફાયર ફાઈટર સાથે મોકડ્રિલ યોજવામા આવી હતી ખાસ કરીને બળબળતી ગરમી માં એસટી બસ ના એન્જીન ભાગ માં ભારે ગરમી ના કારણે વાયરો ગરમ થઇ જતા ક્યારેક આગ ની ઘટના બનતી હોય છે તેવી ઘટના ન બને તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ ના ફાયર ફાઈટર સંચાલક ભુપેન્દ્ર રાવળ, જીતુ વણજારા દ્વારા માર્ગદર્શન કરાયું હતું.

અને કેવા સમયે ફાયર એક્ટિગયુંશર નો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તેનું પ્રેક્ટિકલ કરી બતાવી ને સમજણ આપી હતી તેમાં પણ ખાસ કરી જો કોઈ બસમાં ધુમાડા નીકળે કે પછી વાયર સળગવાની સ્મેલ આવે ત્યારે બસ રોકી બેઠેલા મુસાફરો ને સૌ પ્રથમ બસમાં થી નીચે ઉતારી સલામત સ્થળે ખસેડવા અને જ્યાં ધુમાડા નીકળતા હોય તેવી જગ્યા એ ફાયર એક્ટિગયુંશર નો ઉપયોગ કરવા મોકડ્રિલ નું આયોજન કરાયું હતું.

જેમાં ડ્રાઈવર કંડેક્ટરો ને હાથે આ ફાયર એક્ટિગયુંશર કેવી રીતે ચલાવું તે પણ શીખવાડવામાં આવ્યું હતું જેથી કરીને મોટી હોનારત ટાળી શકાય તેમ રઘુવીરસિંહ ચૌહાણ (એસટી ડેપો મેનેજર) અંબાજીએ જણાવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.