અધિકારીઓની રહેમ નજર તળે પસાર થતાં હેવી વાહનો: હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યાં

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ભારતમાલા રોડ પર થી પસાર થતાં હેવી વાહનો હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડાડતાં જોવા મળી રહ્યા છે તો અધિકારઓ અને પોલીસ તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સાંતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ પર સાંતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદ થી મોટા મોટા હેવી ટ્રક બહારથી હેવી મસીનો લઈને આવતા ટ્રકોને ગેર કાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવી રહ્યા છે.

જયારે સ્થાનિક લોકો ના વાહનો ને કાયદા નો ડર બતાવી વાહનોને પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મસીનો લઈને આવતા ટ્રકો ને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો  ઉઠવા પામ્યા છે.ત્યારે આ ઘટના ને પગલે સ્થાનિક લોકોમા ભારે રોષ વ્યાપ્યો છે.અને સાંતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

તો ભારતમાલા માગૅ પરથી પસાર થતાં હેવી વાહનો ને લઇ અહિના સ્થાનિક રહીશરાણાભાઇ જેહાભાઈએ જણાવ્યું હતું કે અહીંયા સાંતલપુરમાં ભારતમાલા રોડ પરથી સ્થાનિક લોકો વાહનો લઈને પસાર થાય તો અધિકારીઓ અને પોલીસ દ્વારા તેઓને નિયમો બતાવવામાં આવે છે જયારે બહારથી આવતાં હેવી વાહનો ને બિદાસથી આ માગૅ પરથી નિકળવા દેવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ અને અધિકારીઓની મીલીભગત થી અને આશીર્વાદ થી મોટા મોટા ટ્રકોને ગેરકાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવી રહ્યા હોવાની સાથે  રૂપિયા લઈને આ રસ્તા ઉપર હેવી મશીનો થી ભરેલા મોટાં મોટાં ટ્રકો ને પસાર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ તેઓએ કયૉ હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.