ભર બપોરે ચાર રસ્તાથી રેફરલ હોસ્પિટલ રોડની કામગીરીને લઈ હાઇવે પર ટ્રાફિક જામ

બનાસકાંઠા
બનાસકાંઠા

જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્જન આપવા માંગ: થરાદ નગરમાં પાણીના ટાંકાથી દૂધશિત કેન્દ્ર સુધી રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે બપોરે નગરના ચાર રસ્તાથી રેફરલ ત્રણ રસ્તા સુધી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો ગરમીમાં શેકાયા હતાં. જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્જન આપવા માંગ પ્રજાજનો અને વાહનચાલકો કરી રહ્યા છે.

થરાદમાં પાણીના ટાંકાથી કેનાલ સુધી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે ઠેકઠેકારણે નાળાંની કામગીરી ચાલી રહી છે. જેને કારણે એક બાજુનો રોડ સદંતર બંધ થઇ જતો હોય છે. જો કે મુખ્ય રોડની કામગીરી કરવાની હોય ત્યારે સર્વિસ રોડ પહેલાં કરવા જોઇએ અને ભારે વાહનોને પણ ડાયરજન આપવું જોઇએ કે જેથી નાનામોટા વાહનચાલકોને અટવાવનું ન પડે સરળતાથી વાહનવ્યવહાર ચાલતો હોય તો રોડની કામગીરીમાં પણ મુશ્કેલીઓ ન પડે.પરંતુ થરાદમાં પ્રજાઆક્ષેપ મુજબ નઘરોળ તંત્રને પ્રજાની પીડાઓ સમજાતી નથી કે પાણી છાંટવાની તસ્દી પણ ન લેનાર કોન્ટ્રાક્ટરને છાવરાવમાં આવે છે કે કેમ પણ સૌથી વધારે પરેશાન પ્રજા બની રહી છે.

થરાદ નગરના માર્ગો પર ટ્રાફિક જામ અવારનવાર થતું હોય છે. જેથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. સોમવારે ભર બપોરે હાઇવે પર રોડની કામગીરી દરમિયાન ચાર રસ્તાથી રેફરલ ત્રણ રસ્તા સુધી વાહનોની લાંબી કતારો લાગતાં એક કિમી જેટલો ટ્રાફિક જામ થયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઇવે પર ટ્રાફિક થતાં વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. રોડની કામગીરી તાત્કાલિક ધોરણે પુર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્જન આપવા માંગ પ્રજાજનો અને વાહનચાલકો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.