સરસ્વતી તાલુકાના વડુ ગામે લવ જેહાદની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી

પાટણ
પાટણ

17 વર્ષની યુવતીને ગામનો જ વિધર્મી યુવક ભગાડી જતા માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી: પાટણના સરસ્વતી તાલુકાના વડુ ગામે લવ જેહાદની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

તો લવ જેહાદ મામલે યુવતીના પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લવ જેહાદને અંજામ આપનાર શખ્સ વિરુદ્ધ પોસ્કો ની કલમ સાથે ગુનો દાખલ કરીને  વિધર્મી યુવકને ઝડપી લેવા ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામે બનેલ લવ જેહાદની ઘટના મામલે વડુ ગામની ઠાકોર સમાજની 17 વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવીને વડુ ગામનો જ મૌસમજી (મુમન) ઐયુબઅલી સુલેમાન નામનો લઘુમતી સમાજનો યુવાન ફરાર થયો હોવાની ઘટના ને લઇ વડુ ગામમાં સનસનાટી મચી જવા પામી છે.

આ મામલે સગીરાની માતાએ લઘુમતી સમાજના યુવાન અને તેના પરિવાર સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે દીકરી નાબાલિક હોવાથી આરોપી વિરૂધ્ધ પોસ્કો ની કલમ હેઠળ ગુનો નોંધી  વિધર્મી યુવકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામે બનેલી લવ જેહાદની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.