અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે અકસ્માત સર્જાયો : સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી આવવાના તમામ માર્ગો મોટાભાગે પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. આજે અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં આજે કાર હાઇવે માર્ગથી પસાર થતા એકાએક વળાંકમાં પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે અનેકો અકસ્માતો સર્જાતા હોય છે. જેનું કારણ ઓવરલોડ ભરેલા વાહનો સાથે વળાંક અને ઢળાંગવાળા આ પહાડી વિસ્તારમાં ઓવર સ્પીડના લીધે અને વાહન ચાલકોની બેદરકારીના લીધે તો ક્યાંકને ક્યાંક વાહનોમાં કોઈપણ જાતની ખરાબી થતાં પણ અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે.

અંબાજીથી આબુરોડ જતા શીતળા માતા ઘાટી નીચે ટ્રકનો અક્સ્માત સર્જાયો હતો. જેમાં મોટી જાનહાની ટળી હતી. ટ્રકની બ્રેક ફેઈલ થઈ હોવાનું અનુમાન લગાવવા આવી રહ્યું છે. જેથી સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. ટ્રક માલ સામાન સાથે રોડ પર પલટી ગયો હતો. ત્યારે આસપાસના લોકો આવીને ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો. ટ્રક રાજસ્થાન તરફ઼ લોખંડ અને રૂ લઈને જતો હતો. અવાર નવાર આ ઘાટીમાં અકસ્માત થાય છે. શીતળા માતાના ઘાટી આગળ આ ટ્રકનો અક્સ્માત થયો છે. ડ્રાઈવરને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત થતાં અંબાજી પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.