અંબાજી માં લાગેલા તોતીંગ હોડિંગન્સ મોટી હોનારત સર્જી શકે છે, (એસ.ડી.એમ) એ ઉતારી લેવા તાકિદ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

હાલ તબક્કે ગરમી નો ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે આગાહીકારો વહેલા વરસાદ ની આગાહી પણ કરી રહ્યા છે. એટલું જ નહિ ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડા ની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે શક્તિપીઠ અંબાજી માં ઠેર ઠેર લાગેલા તોતિંગ હોર્ડિંગ્સો ભારે હાનીકારક ને જાનલેવા નીવડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, અંબાજી ના મુખ્ય બજારો તેમજ હાઇવે માર્ગ પર યાત્રિકો સહીત સ્થાનિક લોકો ની પણ ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે 40 થી 50 ફૂટ ની ઊંચાઈએ લાગેલા હોર્ડિંગો લોકો ને જોખમ માં મૂકી શકે છે.

જે રીતે મુંબઈ માં હોર્ડિંગ ધરાશાઈ હતા ખાનાખરાબી સર્જી હતી ત્યારે અંબાજી માં ઠેર ઠેર લાગેલા હોર્ડિંગો પણ જાન નું જોખમ ઉભું કરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આગામી સમય માં વરસાદ ને વાવાઝોડા ની પરિસ્થિતિ સર્જાય તે પહેલા અંબાજી પંથક માં લાગેલા હોર્ડિંગ્સ ઓ ઉતારી લેવા હિતાવહ મનાઈ રહ્યું છે જોકે આ મામલે દાંતા પ્રાંત અધિકારી નું પણ ધ્યાન દોરાતા તેમણે જે તે સંસ્થા કે પ્રાઇવેટ લોકો ના હોર્ડિંગો ઉંચી હાઈટ ઉપર લાગેલા છે તેમને ઉતારી લેવા. સિદ્ધિ વર્મા (પ્રાંત અધિકારી) દાંતાએ તાકીદ કરી છે,

——————————————————————————————————————————————————————


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.