જણસી ની આવક : ડીસા માર્કેટયાર્ડોમાં ઉનાળુ સીઝન ની નવી બાજરી ની આવક શરૂ થઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બાજરી નો ભાવ પ્રતિ મણ ૪૮૦ થી ૫૦૩ રૂપિયા સુધી મળ્યા;શુક્રવારે ૧૪૩૦ બોરીની આવક સાથે આગામી દિવસો માં વધુ આવક નોંધાશે

ડીસા તાલુકા માં ૨૧૫૨૪ હેક્ટરમાં બાજરી નું વાવેતર સરેરાશ કરતાં આ વર્ષે ઓછું વાવેતર: ડીસા તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળુ પાક લેવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે અનાજ માર્કેટમાં પણ જણસી ની આવક જોવા મળી રહી છે જેમાં બાજરી ની નોંધપાત્ર આવક થઈ રહી છે તાલુકામાં ૨૧૫૨૩ હેક્ટરમાં વાવેતર થયેલ બાજરીનો પાક તૈયાર થઇ જતા કાપણી ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેની સાથે માર્કેટયાર્ડમાં પણ નવી બાજરી આવક શરૂ થઇ ગઇ છે ડીસા અનાજ માર્કેટમાં શુક્રવારના રોજ ૧૪૩૦ બોરી બાજરી ની આવક જોવા મળી હતી અને ખેડૂતો ને નવી બાજરી ના પ્રતિમણ ૪૮૦ થી ૫૦૩ સુધી ના ભાવ મળ્યા હતા જોકે દર વર્ષે ની સરેરાશ સરખામણી કરતાં આ વર્ષે વાવેતર ઓછું થયા ની સાથે ઉત્પાદન પણ ધટાડો થઇ રહ્યા નો અંદાજ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બાજરી નુ સૌથી વધુ ૧૬૯૩૫૦ હેકટર માં વાવેતર થયેલ છે જેને લઈને આગામી દિવસોમા બાજરી ની નોંધપાત્ર આવક જોવા મળશે.

માર્કેટયાર્ડમાં નવી આવક સાથે શરૂઆત માં બાજરી ના સારા ભાવ: ડીસા સહિત જીલ્લા ના વિવિધ માર્કેટયાર્ડમાં નવી બાજરી ની આવક શરૂ થતા શરૂઆત માં સારા ભાવ મળી રહ્યા છે જેમાં પ્રતિ ૨૦ કિલો ના  ૪૮૦ થી ૫૦૩ રૂપિયા મળી રહ્યા છે જોકે બાજરી નો એવરેજ ભાવ ૪૯૦ રૂપિયા નોંધાયો છે જે રાજ્ય સરકાર ના ટેકા ના ભાવ ની સરખામણી જેટલો પડી રહ્યો છે જોકે આવક વધતાં બાજરી ના ભાવ માં ધટાડો થવા ની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

ડીસા માર્કેટયાર્ડ માં ખેડૂતલક્ષી તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે: ડીસા સહિત જીલ્લામાં ઉનાળુ સીઝન ના પાકો લેવાની શરૂઆત થઈ છે ત્યારે માર્કેટયાર્ડોમાં નવી જણસી ની આવક નોંધાઇ રહી છે જેને લઈને ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતલક્ષી તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. આગામી દિવસોમાં હજુ પણ માર્કેટ યાર્ડમાં ઉનાળુ પાકો ની આવકો પુષ્કળ પ્રમાણમાં વધવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.