મોડાસાના ટીંટોઇ પાસે બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો : બસમાં સવાર લોકોને સામાન્ય ઇજા

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના ટીંટોઇ પાસે અકસ્માતમાં બસમાં સવાર લોકોને સામાન્ય ઇજા, તમામને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કોઈપણ વાહનચાલક હોય તેમને પોતાનું વાહન નિયમો મુજબ હંકારવું જોઈએ અને નિયમ વિરુદ્ધ વાહન ચલાવે તો ક્યારેક અકસ્માત થવાની સંભાવના રહે છે. ત્યારે મોડાસાના ટીંટોઇ પાસે બસ અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ગઈકાલે સાંજના સુમારે મોડાસાના ટીંટોઇ પાસેથી બામણવાડથી મોડાસા તરફ જતી એસટી બસ ટીંટોઇ પેસેન્જર ઉતારીને હાઇવે રોડ તરફ આવી રહી હતી. એવામાં સામેથી રોંગ સાઇડે ફૂલ સ્પીડમાં આવી રહેલ આઈશર ટ્રકે ધડાકાભેર બસને ટક્કર મારતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. બસમાં સવાર 16 મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી છે. તમામને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટીંટોઇ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.