અમદાવાદમાં LED બનાવતી ફેક્ટરીનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, માલિક પાસે ફાયર NOC ન હોવાથી અપાઈ નોટીસ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ગરમીનો પારો આસમાને છે. ગરમીને કારણે અલગ અલગ જગ્યાઓ પર આગ લાગવાની પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રિંગરોડ પર સ્થિત LED બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. જો કે, સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ ઘટના સ્થળ દોડી આવી હતી. જે બાદ પાણીનો છટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આ બધાની વચ્ચે જે ગોડાઉનમાં આગ લાગી હતી તેના માલિક પાસે ફાયર NOC ન હોવાનું માલુમે પડ્યું હતું. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું: જો કે, આ અંગે ફાયરબ્રિગેડના કર્મચારીએ માહિતી આપે હતી કે આજે સવારે શહેરના નિકોલ વિસ્તારમાં રિંગરોડ પર વૈભવ એસ્ટેટની બાજુમાં આવેલા રામદેવ એસ્ટેટમાં લાઈટ પેલેસ નામના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેથી નિકોલ ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવતા અધિકારી સહિત સાત જેટલી ગાડીઓ સાથે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ત્યાર બાદ સીડી વડે ઉપર પહોંચી તેમાં રહેલા ધુમાડાને દૂર કર્યો હતો.રામદેવ એસ્ટેટમાં 6, 7 અને 8 નંબરમાં લાઈટ પેલેસ નામનું ગોડાઉન આવેલું છે. જેના માલિક ચંદ્રેશ પરષોત્તમભાઈ સોલરિયા છે.

માલિક દ્વારા ફાયર બ્રિગેડની NOC લેવામાં આવી નહોતી: એલઇડી લાઈટના રો મિટીરિયલ્સ બનાવવાનું આ ગોડાઉન છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળના આ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે લાઈટ પેલેસના માલિક દ્વારા ફાયર બ્રિગેડની NOC લેવામાં આવી નહોતી. જેને લઇને અનેક સવાલ ઊભા થયા છે. પૂર્વ વિસ્તારમાં આવેલા આ એસ્ટેટમાં મોટું ગોડાઉન હોવા છતાં પણ માલિક દ્વારા કેમ ફાયર એનઓસી લેવામાં નહોતી આવી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ એસ્ટેટમાં ફાયર એનઓસી લેવામાં આવી છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.