ઊંઝા તાલુકાના કહોડા ગામે આવેલ લીંબુ માર્કેટમાં રોજની ૧૦ ટન લીંબુની આવકો : મણના હોલસેલના ભાવ ૧૪૦૦ થી ૧૬૦૦ રૂપિયા

મહેસાણા
મહેસાણા

૧૦ વર્ષ પહેલાં કહોડામાં ૨ થી ૩ હજાર વિધામાં લીંબુ વાવેતર થતું.

હાલ ૭૦૦ થી ૮૦૦ વિધા માં લીબુડીઓ જોવા મળી રહી છે.

મદ્રાસ અને કર્ણાટકના લીંબુની આવકો શરૂ

કહોડા પંથકના લીંબુની આવકો જુન થી દિવાળી સુધી જોવા મળે છે. ઉનાળાનો પ્રારંભ થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી રાહત પામવા લોકો ઠંડાપીણાં, રસ અને લીંબુ શરબત પાણીનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. ઉનાળાની ઋતુ શરૂ થતાંજ લીંબુની માંગ વધી જાય છે. જેને પગલે ઉત્તર ગુજરાતના જાણીતા એવા ઊંઝા તાલુકાના કહોડા ગામે આવેલ લીંબુ માર્કેટ ધમ ધમી ઉઠે છે. આ વર્ષે લીંબુના એક મણના ભાવ રૂપિયા ૧૪૦૦ થી ૧૬૦૦ સુધીના જોવાઈ રહ્યાં છે. જ્યારે છુટક માં કિલોના ૧૦૦ થી ૧૫૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. બિન સિઝનમાં મણના ભાવ ૪૦૦ થી ૬૦૦ રૂપિયા રહેવા પામે છે. રમઝાન માસમાં લીંબુનો ઉંચો જોવા મળ્યો હતો. રમઝાન માસ દરમિયાન લીંબુનો મણનો ભાવ ૩૦૦૦ થી ૩૬૦૦ રૂપિયા નોંધાયો હતો.

કહોડા પંથક લીંબુની બાગાયતી ખેતી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતુ છે. કહોડા પંથકના લીંબુની આવકો જુન થી શરૂઆત થાય છે. અને દિવાળી સુધી આવકો જોવા મળે છે. એટલે કે કહોડાના લીંબુની આવકો ચોમાસામાં જોર પકડે છે. ૭૦૦ થી ૮૦૦ વિધા માં લીબુડીઓ જોવા મળી રહી છે. આજથી ૧૦ વર્ષ પહેલાં કહોડા માં ૨ થી ૩ હજાર વિધા માં લીંબુ વાવેતર થતું હતું. જેમાં ૩૦૦ થી ૪૦૦ ખેડૂતો આ કામમાં જોતરાયેલા રહેતા. જ્યારે હાલ ૭૦૦ થી ૮૦૦ વિધા માં લિંબુ નું વાવેતર થાય છે.

ઉતારાની વાત કરી તો, એક વિધા માં ૭૦ થી ૮૦ મણ લીંબુ ઉતરે છે. જ્યારે ઉતારો સારો હોય તો ૧૦૦ મણ પણ લીંબુ ઉતરે છે. કહોડા ગામમાં દરરોજના ૧૦ ટન લીંબુની આવકો નોંધાઈ રહી છે. ઉનાળામાં મદ્રાસના હેલુન સીટી અને કર્ણાટકના બિજાપુર સીટી માં થી લીંબુની આવકો આવી રહી છે. ગામના ખેડૂતો લીંબુની ખેતી સાથે સંકળાયેલા છે. જાણીતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના એક એપિસોડમાં જેઠાલાલ કહોડા ગામના લીંબુની વાત ઐયરને સમજાવતા હોય છે.

કહોડાના લીંબુ માર્કેટનો માલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં તથા અજમેર, દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં નિકાસ થાય છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.  જેમ જેમ ગરમી વધશે તેમ તેમ લીંબુની માંગ વધશે. કહોડા લીંબુ માર્કેટમાં સ્થાનિક આવક માપસરની છે. લીંબુ ૨૦ કિલોના ભાવ ૧૪૦૦ થી  ૧૬૦૦ સુધીના જોવા મળ્યા છે. જ્યારે છુટકમાં ૧૦૦ થી ૧૫૦ ના કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.

મદ્રાસી લીંબુની આવક શરૂ: આ અંગે કહોડા ગામના લીંબુ ના વેપારીઓએ જણાવ્યું હતું કે, ઉનાળામાં લીંબુની માંગ વધારે રહે છે. હાલ સ્થાનિક આવક ઓછી છે. હાલ મદ્રાસી લીંબુની આવક શરૂ થઈ છે. ગરમી વધે તો લીંબુની માંગ વધશે અને ભાવમાં વધારો જોવા મળશે.

જુન થી દિવાળી સુધી આવકો: કહોડા પંથકના લીંબુની આવકો જુન થી શરૂઆત થાય છે. અને દિવાળી સુધી આવકો જોવા મળે છે. એટલે કે કહોડાના લીંબુની આવકો ચોમાસામાં જોર પકડે છે. ૭૦૦ થી ૮૦૦ વિધા માં લીબુડીઓ જોવા મળી રહી છે.

પેટદર્દનો અક્સીર ઈલાજ એટલે લીંબુ: ઉનાળામાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ તેમ લીંબુ નો વપરાશ પણ વધશે. લીંબુ પાણી પીવાથી પેટદર્દ ની સમસ્યાનો અક્સીર ઈલાજ છે. પેટદર્દ, લૂ લાગવી, થાક દૂર કરવા વિગેરે સમસ્યાઓ નો અક્સીર ઈલાજ લીંબુ છે.

લીંબુનું વાવેતર ઘટયું: કહોડા ખાતે આજથી ૧૦ વર્ષ પહેલાં ૨ થી ૩ હજાર વિધા માં લીંબુ વાવેતર થતું હતું. જેમાં ૩૦૦ થી ૪૦૦ ખેડૂતો આ કામમાં જોતરાયેલા રહેતા. જ્યારે આજે ૭૦૦ થી ૮૦૦ વિધા માં લીંબુનું વાવેતર થઈ રહ્યું છે. એટલે કે દર વર્ષે લીંબુનું વાવેતર ઘટતું જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.