પાટણમાં ત્રિદિવસીય ઝોન કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા અંડર 14/17અને ઓપન કેટેગરીમાં 9 ટીમોએ ભાગ લીધો
અંડર14,17 અને ઓપન માં અમદાવાદ સીટીએ વિજય હાંસલ કર્યો: પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અંતર્ગત ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2 ની ઝોન કક્ષાની બાસ્કેટ બોલની અન્ડર 14/17 અને ઓપન ભાઈઓની ત્રિદીવસીય સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 9 ટીમોના 324 ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા માટે 54 કોચ અને મેનેજર સાથે 50 ઓફિસિયલ સ્ટાફે અને વ્યવસ્થાપકોએ તેમની સેવાઓ આપી હતી. તો પાટણ કલેક્ટર અરવિંદ વિજયને પણ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રમત ગમત સંકુલ ખાતે યોજાયેલી અન્ડર 14 સ્પર્ધામાં અમદાવાદ સીટી વિજેતા થઈ હતી અને અમદાવાદ ગ્રામ્ય ઉપવિજેતા થઈ હતી. ત્યારબાદ અંડર 17 સ્પર્ધામાં પણ અમદાવાદ સીટી વિજેતા થઈ હતી અને ગાંધીનગર ગ્રામ્ય ઉપવિજેતા થઈ હતી જયારે ઓપન એજ ગ્રુપમાં અમદાવાદ શહેર વિજેતા થઈ હતી અને ઉપવિજેતા સાબરકાંઠા ટીમ થઈ હતી.
નોડલ અધિકારી ઉદીત દેસાઈ દ્વારા સમગ્ર બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન તેમની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી ,જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ દ્વારા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પાટણ રમત ગમત સંકુલ ખાતે સૌ પ્રથમ વખત આયોજિત નાઈટ બાસ્કેટબોલની ટુનૉમેન્ટ ની સૌ ખેલાડીઓએ સરાહના કરી હતી.
બાસ્કેટબોલ ની ઝોન કક્ષા ની સ્પર્ધામાં પાટણ,બ.કા., મહેસાણા,અરવલ્લી, સાબરકાંઠા,ગાંધીનગર શહેર,ગાંધીનગર ગ્રામ્ય, અમદાવાદ શહેર,અમદાવાદ ગ્રામ્ય મળી ભાઈઓની કુલ 9 ટીમોએ બાસ્કેટબોલ ઝોન કક્ષા ની સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.