ડીસાના જુદા જુદા વિસ્તારોમાંથી ખોવાયેલા લોકોના 21 મોબાઇલ ફોન પોલીસે પરત મેળવી મૂળ માલિકને અર્પણ કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉત્તર પીઆઇ સહિત પોલીસ સ્ટાફનો લોકોએ આભાર માન્યો : આજના આધુનિક યુગમાં મોબાઈલ નો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે નાનો માણસ પણ મોબાઈલનો ઉપયોગ કરતો થઈ ગયો છે. ત્યારે અનેક વાર લોકોના મોબાઈલ ચોરાઈ જતા હોય છે અથવા તો ખોવાઈ જતા હોય છે ત્યારે અગાઉ પણ આવા અનેક લોકોના ખોવાયેલા મોબાઈલ ઉત્તર પોલીસની ટીમે પરત મેળવી મૂળ માલિકને પાછા આપ્યા હતા. ત્યારે ગતરોજ ડીસા ઉત્તર પોલીસ ની ટીમ દ્વારા લોકોના ખોવાયેલા 21 મોબાઇલ જપ્ત કરી મૂળ માલિકને આ તમામ મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા. જેથી લોકોને મોબાઈલ પાછા મળતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા ત્રણ મહિનામાં જુદા જુદા લોકોના 21 જેટલા મોબાઈલ ફોન ચોરાયા અને ગુમ થયા હતા.આ મામલે કેટલાક લોકોએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચના થી ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકી ના માર્ગદર્શન હેઠળ ડીસા ઉતર પીઆઇ વી.એમ.ચૌધરી એ સ્ટાફના જયંતીભાઈ પરમાર કરસનભાઈ કમુબેન સહિતની ટીમ સાથે આ ખોવાયેલા મોબાઈલ ફોન મામલે તપાસ હાથ ધરી હતી જેથી પોલીસે મોબાઈલની કોલડીટેલ્સ/ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોસીંગની મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ મુળ 21 મોબાઈલ ધારકોને કુલ મોબાઈલ નંગ-૨૧ કિ.રૂ.૪,૦૪,૬૧૦/- ના મોબાઈલ ફોન પરત સોપવામાં આવ્યા છે લોકોને પોતાના ખોવાયેલા મોબાઇલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.