ધરોઈ થી પાણી અનિયમિત થતા પાલનપુરના વોર્ડ નં.3માં પાણીની પારાયણ સર્જાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર વોર્ડ નં.3 ની મહિલા ઓએ સ્થાનિક નગર સેવકને રજૂઆત કરી, પાલનપુર વોર્ડ નં.3માં પાણીની પારાયણ સર્જાતા અનેક મહિલા ઓએ સ્થાનિક નગરસેવકને રજૂઆત કરી હતી. ત્યારે ધરોઇ થી પાણીની સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું.

પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા બોર તેમજ ધરોઇ આધારિત પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ પાલનપુર વોર્ડ નં.3માં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા સર્જાઈ હતી. જેમાં અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે મહિલા ઓ દ્વારા સ્થાનિક નગર સેવક અતુલભાઇ પ્રજાપતિને રજૂઆત કરવામાં આવી હતી. જેથી અતુલભાઇ દ્વારા પાણી પુરવઠા ચેરમેનનું ધ્યાન દોરતા ધરોઇ થી પાણીનો પુરવઠો ઓછો આવતો હોવાથી આ સમસ્યા સર્જાઇ હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પાણી પુરવઠા ચેરમેને જણાવ્યું હતું  કે, વોર્ડ-3 માં ધરોઈ તેમજ બોર થી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં બે દિવસ અગાઉ વાવાઝોડાના કારણે ધરોઇ ખાતે થાંભલા પડી ગયા હતા. તેથી પાણીનો પુરવઠો ઓછો આવ્યો હતો. તેમ છતાં વોર્ડ નં.3માં રોજેરોજ 25 મિનિટ પાણી છોડવામાં આવે છે. અત્યારે ધરોઇની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. આગામી સમયમાં નિયમિત પાણી છોડવામાં આવશે. તેમજ કેટલીક મહિલાઓ દ્વારા વાલ્વ ફેરવી દેવાની પણ ફરિયાદો મળી છે. જેથી આ બાબતે પણ તપાસ કરવામાં આવશે.

વોર્ડ-3માં ટેન્કર રાજ : પાલનપુર વોર્ડ નં.3માં અનિયમિત પાણી આવતું હોવાથી રહીશોને પોતાના નાણાં ખર્ચે કરી પ્રાઇવેટ ટેન્કર મંગાવી પાણી લાવવું પડે છે. જેથી ઝડપથી નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.