સાતલપુરના ઝઝામ પાસે ની કચ્છ તરફ જતી નમૅદા કેનાલમાં મસ મોટું ગાબડું પડતાં લોકોમાં ભય નો માહોલ

પાટણ
પાટણ

રાધનપુર નમૅદા વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક ભંગાણ થયેલ કેનાલનું સમારકામ કરાવે તેવી માગ ઉઠી

પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથક માથી પસાર થતી નમૅદા કેનાલો ની હલકી ગુણવત્તાની કામગીરી ના કારણે અવાર નવાર  આ પંથકમાં નમૅદા ની કેનાલમાં ભંગાણ ની પરિસ્થિતિ નું નિમૉણ થતું હોય છે અને તેના કારણે કેનાલ આજુબાજુના ખેતરો મા નમૅદા ના પાણી ફરી વળતા હોવાથી ખેતર માલિકોને મોટું નુકશાન ભોગવવું પડતું હોય છે. ગતરોજ સાતલપુર તાલુકા માંથી પસાર થતી ઝઝામ પાસેની નર્મદા કેનાલની કચ્છ બ્રાન્ચમાં ભંગાણની પરિસ્થિતિ ઉભી થતાં કેનાલ આજુબાજુના ખેતરો ના માલિકો સહિત ઝઝામ ગામના લોકો મા ભય નો માહોલ ઉભો થવા પામ્યો છે.

રાધનપુર નર્મદા નિગમ કચેરી ના અંડરમા આવતી સાંતલપુર તાલુકાના ઝઝામ પાસેની કચ્છમાં જતી કેનાલમાં પડેલ મસ મોટું ગાબડું તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે તો મોટા પાયે નુકસાન થવાની વિસ્તાર ના લોકો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

આ બાબતે રાધનપુર નર્મદા નિગમનાં અધિકારીઓ પોતાની બેદરકારી માથી બહાર આવી કેનાલ આજુબાજુ વસતા ખેતરોના માલિકો સહિત ઝઝામ ગામના લોકોમાં કેનાલના ભંગાણ ને લઇ ને ફેલાયેલ ભયને દુર કરવા તાત્કાલિક ધોરણે ભંગાણ કેનાલનું સમારકામ કરાવે તેવી માગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.