પાલનપુરની બે બહેનો ઉપર લાડોલના સાસરિયાએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી

બનાસકાંઠા
બનાસકાંઠા

પતિ સહિત ચાર વ્યકિતઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ: પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં રહેતી બે બહેનોના લગ્ન મહેસાણા ના વિજાપુર તાલુકાના લાડોલ ગામે થયા હતા. જ્યાં તેમના પતિ સહિત પરિવારના ચાર સભ્યોએ શારિરીક- માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે ચારેય સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારમાં રહેતી બે બહેનોના લગ્ન પાંચ વર્ષ અગાઉ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે મયુરસિંહ ભવાનસિંહ પરમાર અને ભવાનસિંહ પરમાર સાથે થયા હતા. જે પૈકી એક બહેનને સંતાનમાં પુત્ર છે. જોકે, બંનેના પતિ સહિત સાસરીપક્ષના સુર્યાબા ભવાનસિંહ પરમાર, રાકેશસિંહ લાલસિંહ પરમારે ઘરકાર બાબતે અવાર – નવાર શારિરીક માનસિક ત્રાસ આપ્યો હતો. અને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે એક બહેને ચારેય સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.