ચાંદી 3 દિવસમાં 2500 ઘટી 60500, વૈશ્વિક સોનું 1900 ડોલર, ચાંદી 24 ડોલરની અંદર સરક્યાં

Business
Business

સોના-ચાંદીમાં દરેક ઉછાળે હેજફંડ્સ-ગોલ્ડ ઇટીએફમાં સતત પ્રોફિટબુકિંગ આવી રહ્યું છે. અમેરિકામાં ચૂંટણી મુદ્દે ટ્રમ્પ અને બિદેઇન વચ્ચે શાબ્દિક યુધ્ધના કારણે બજારમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળી રહી છે. ચાંદી ઓગસ્ટમાં 29 ડોલરની સપાટી થયા બાદ ઘટી 23 ડોલર સુધી ઘટી ફરી 25.50 ડોલર થયા બાદ અત્યારે ફરી ઘટી 23.80 ડોલર બોલાવા લાગી છે. જેના કારણે અમદાવાદ ખાતે ચાંદી 73000 થયા બાદ ઘટી 57000, 63000 થઇ ફરી ત્રણ દિવસમાં 2500 ઘટી 60000 નજીક 60500 બોલાઇ ગઇ છે. જ્યારે સોનું પણ નરમ પડી 52000 નજીક 52200 પહોંચ્યું છે.

બૂલિયન એનાલિસ્ટોના મતે સોના-ચાંદીમાં તેજી-મંદી હવે અમેરિકન નવા પ્રેસીડન્ટની નિમણુંક અને કોરોના વેક્સીન પર આધારિત બની છે. અર્થતંત્રને વેગ આપવા માટે વિશ્વની સેન્ટ્રલ બેન્કો વ્યાજદર મુદ્દે શું નિર્ણય લે છે તેના પર આધાર રહેલો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને 1895ડોલર ક્વોટ થઇ રહ્યું છે. સાપ્તાહિક ધોરણે સોનું 1870ડોલર અંદર બંધ રહેશે તો ફરી ઘટી 1830 ડોલર સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી ઘટી 22.70ડોલર સુધી સરકે તો નવાઇ નહિં. સોના-ચાંદીની તેજી-મંદી ડિમાન્ડ-સપ્લાય આધારિત નહિં અમેરિકાની ચૂંટણી અને કોરોના વેક્સિન તથા ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ પર આધારિત બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.