પાલનપુર પોલીસ વિભાગીય કચેરી ખાતે બાળકોનો સમ્માન સમારોહ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી પોલીસ વિભાગીય કચેરી ખાતે ધોરણ 10 અને 12 માં સારા ટકા પાસ થયેલ પોલીસ અધિકારી હોમગાર્ડ જી આર ડી જવાના કુલ 19 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ તેમજ જિલ્લા પોલીસ વડા ના હસ્તે પ્રશંસા પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા પોલીસ શિક્ષણ પ્રતેના હકારાત્મક અભિગમ અને પોલીસ વિભાગમાં ફરજ બજાતા પોલીસ અધિકારી કર્મચારી હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનું ના બાળકો શિક્ષણમાં આગળ વધી શકે અને સાથે સાથે બાળકોના શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળે તે ઉમદા થી પોલીસ મહા નિરીક્ષક સરહદી રેંજ ભુજ દ્રિ વાર્ષિક ઈન્સપેક્સન અનુસંધાને પોલીસ હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો બાળકો જેમણે ssc તેમજ hsc વિજ્ઞાન સામાન્ય પ્રવાહ સારા ટકા સાથે ઉતર્ણ થઇ સમાજ ગામ અને પોલીસ વિભાગમાં તેમના વાલીઓ નું નામ રોશન કરેલ તેવા કુલ 19 વિદ્યાર્થી વિદ્યાર્થીની ઓ ને ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ના હસ્તે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહીત પોલીસ અધિકારી ઓ ની હાજરી માં પ્રશંસાપત્ર આપી સંબંધ કરવામાં આવ્યા હતા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ નું પણ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.