માવઠું : સુરત, વલસાડ, તાલાલા, દીવ અને કોડીનારમાં વહેલી સવારે કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન, ખેતરમાં ઘઉંના ઢગલા પલળ્યા

ગુજરાત
ગુજરાત

રાજકોટઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આજે સવારે સુરત, વલસાડ, નવસારી, તાલાલા, દીવ અને કોડીનારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ પાક કાપણીનો સમય હોય ઘઉં, ઘાણા, ચણા સહિતનો તૈયાર પાક ખેડૂતોને ખેતરમાં હોવાથી નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા, માંગરોળ અને વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મોડીરાત્રે દીવ, ગીરસોમનાથ, કોડીનાર, તાલાલા, કોડીનાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમજ જસદણ અને આટકોટ પંથકમાં ખેતરમાં પડેલા ઘઉં અને જીરૂનો પાક પલળતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન પરિસ્થિતિ સર્જાઇ છે. તેમજ રાજકોટમાં રાત્રે વરસાદી છાંટા પડ્યા હતા તો આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.