અભિનેતા અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આચારસંહિતા ભંગ નો કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અહીં લોકસભાની 25 બેઠકો છે. આ તમામ 25 બેઠકો પર 13 મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત અહીંની 175 વિધાનસભા બેઠકો પર પણ 13 મેના રોજ મતદાન થશે.

અભિનેતા અલ્લુ અર્જુન અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રવિચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચારસંહિતા ભંગનો કેસ કરવામાં આવ્યો છે. બંને પર ધારાસભ્યના નિવાસસ્થાને પરવાનગી વિના મોટી જાહેરસભા યોજવાનો આરોપ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધારાસભ્ય રેડ્ડીએ કથિત રીતે અલ્લુ અર્જુનને કોઈ પણ મંજૂરી વગર સભા માટે નંદ્યાલા મતવિસ્તારમાં બોલાવ્યા હતા. આવી સ્થિતિમાં, તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ધારાસભ્ય રેડ્ડી તેમજ અલ્લુ અર્જુન વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતા અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આ કેસ આંધ્રપ્રદેશના નંદ્યાલા મતવિસ્તારમાં ચૂંટણી પર નજર રાખવા માટે નિયુક્ત નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર પી. રામચંદ્ર રાવ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.

શનિવારે,  વિધાનસભ્ય રવિચંદ્ર કિશોર રેડ્ડીને તેમના નિવાસસ્થાને વિશાળ ફેન્સની હાજરી વચ્ચે મળ્યા પછી, અલ્લુ અર્જુને સ્પષ્ટતા કરી કે તે તેના મિત્રની મદદ કરવા નંદ્યાલા આવ્યો હતો. તેઓ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરતા નથી. તેમની મુલાકાત એક મિત્ર માટે હતી. અભિનેતા અલ્લુ અર્જુને આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “હું અહીં મારી સ્વતંત્ર ઇચ્છાથી આવ્યો છું. જો મારા કોઈ મિત્ર, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં હોય, મારી મદદની જરૂર હોય, તો હું આગળ આવીશ અને તેમને મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન કરું છું.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.