સિધ્ધપુર કાકોશી ચાર રસ્તાથી શહેરમાં પ્રવેશવાના ઓવરબ્રિજ પર રાત્રે અંધારપટ : સ્ટેટ લાઈટ નાખવા મુસાફરોની માંગ

પાટણ
પાટણ

દેથળી ચોકડીથી દેથળી તરફ જવાનો માર્ગ રાત્રે અંધકારમય

તંત્ર અંધકારને અજવાળામાં ફેરવી શકશે કે પછી? સિધ્ધપુર શહેર એટલે સમગ્ર ભારત ભરના માતૃભક્તોનું માતૃતીર્થ અને ઐતિહાસિક ધાર્મિક નગરી. પરંતુ વિકાસની દ્રષ્ટિએ વાત કરી તો બીજા શહેર કરતાં વધુ પાછળ રહ્યું છે. સિદ્ધપુર ખાતે ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરી તો વિકાસ ડચકા લઈ રહ્યો છે. નોકરી ધંધા અર્થે યુવાનો વતન છોડી શહેર તરફ દોટ મૂકી છે. શહેર રાત્રે ચમકવું જોઈએ તેને બદલે અંધકાર મય દેખાઈ રહ્યું છે. સિધ્ધપુર શહેરમાં આવેલ દેથળી ચોકડીથી દેથળી તરફ જવાના માર્ગ રાત્રે અંધકાર મય બની જાય છે. આ રોડ દેથળી થઈને પાટણ જતો હોવાથી અહીં અહીં અવર જવર વધારે રહે છે. આ રોડ પર અનેક સોસાયટી આવેલી છે. જેના રહીશોને પણ રાત્રે આવન જાવન કરવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યા છે. જેને લઈને આ રોડ પર સ્ટેટ લાઈટ નાખવા માંગ ઉઠી છે. આ રોડ ઉપર રાત્રે માટી ભરીને ડમ્પરો બેફામ દોડી રહ્યા છે. જેને કારણે અકસ્માતનો ભય નાના વાહન ચાલકોને સતાવી રહ્યા છે. તો સત્વરે સંબંધિત તંત્ર દ્વારા સ્ટેટ લાઈટ નાખવા ઉગ્ર માંગ ઉઠી છે.

બીજી તરફ વાત કરીએ તો, કાકોશી ચાર રસ્તા પાસે શહેરમાં પ્રવેશ કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. શહેરની અંદર રહેતા મોટા ભાગના લોકો આ ઓવરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ દુ:ખદ વાત એ છે કે, રાત્રે આ ઓવરબ્રિજ પર સ્ટેટ લાઈટ ન હોવાથી પસાર થવું ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ઓવરબ્રિજની બંને બાજુએ લાઈટ નાખવામાં આવે તો શહેરની ચમક ડબલ થાય તેમ છે. પરંતુ કોણ જાણે કેમ સંબંધિત તંત્રની લાપરવાહીને કારણે કે પછી અન્ય કારણોસર લાઈટ નાખવામાં આવી નથી. શહેરના લોકો ઓવરબ્રિજ પર અજવાળાની રાહ જોઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા ક્યારે લાઈટ નાખી અજવાળું કરી જનતાની ઉમ્મીદ પર ખરૂ ઉતરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટુંક જ સમયમાં ચોમાસું શરૂ થવાની તૈયારીઓ કરી રહ્યું છે. ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યા તો કાકોશી ચાર રસ્તાથી શહેરમાં જવા માટે આ ઓવરબ્રિજનો વધુ ને વધુ ઉપયોગ કરવાની ફરજ પડશે. જ્યારે ચોમાસામાં દેથળી ચોકડીથી દેથળી તરફ જવાના રસ્તા પર વરસાદી માહોલમાં સોસાયટીના રહીશોને રાત્રે નીકળવું મુશ્કેલ બની શકે તેમ છે. તો સત્વરે આ બંને જગ્યાએ ચોમાસા પહેલા સ્ટેટ લાઈટ નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.