જાણો કેટલા વર્ષની Fixed Deposite ઉપર કેટલો મળે છે ફાયદો, સમજો તેનું સમગ્ર ગણિત

Business
Business

જ્યારે વાત રોકાણની આવે તો મોટાભાગના લોકો આજે પણ એફડીને પસંદ કરે છે. એફડી પણ એટલી જ સુરક્ષિત છે જે મોટાભાગના લોકોની પહેલી પસંદ હોય છે. એફડીમાં મોટાભાગના લોકો એક જ વખતમાં પૈસા ઘણા વર્ષો માટે મુકે છે. પરંતુ તેનાથી નુકશાન પણ થઈ શકે છે. જો તમે એફડી કરી રહ્યા છો તો આ સમયે લાંબા સમય માટે ન કરો ઓછા સમય માટે કરો.

એક વર્ષની એફડીમાં થાય છે ફાયદો

લાંબા સમયની એફડી કરાવવાથી નુકશાન થાય છે. જો તમે આ દરમયાન વ્યાજના દરો વધી રહ્યાં છે તો તેનો ફાયદો નથી મળી શકતો, તેવામાં એવું પણ થઈ શકે છે કે, આ દરમયાન કોઈ બીજી બેંક કોઈ ખાસ ઓફર આપે, તો તમને તેનો ફાયદો પણ નથી મળી શકતો. તમે 5 વર્ષ માટે એફડી કરાવી છે તો બીજા વર્ષે વ્યાજ દરોમાં વધારો થયો છે તો તમને નુકશાન થઈ શકે છે. જો તમે એક વર્ષ અને તેનાથી લાંબો સમયગાળાની એફડીની વ્યાજદરોમાં મોટો ફેર દેખાઈ રહ્યો છે તો તમે લાંબા સમયગાળાનો વિકલ્પની પસંદગી કરી શકો છો. પરંતુ એવી ઓફર ક્યારેક ક્યારેક પણ મળે છે.

બીજો ફાયદો ઉઠાવવામાં ચક્કરમાં થશે 1 ટકાનું નુકશાન

લાંબા સમયની એફડી કરાવવા ઉપર એક તર્ક એ પણ હોઈ શકે છે કે જો કોઈ સારી ઓફર હોય તો એફડી તોડી નાંખશો, પરંતુ આવુ કરવા ઉપર બેંક કેટલાક ચાર્જ કાપે છે. જે આશરે 1 ટકા હોય છે. જો તમે 5 ટકાના દરથી ત્રણ વર્ષો માટે એફડી કરાવી હોય તો એફડી તોડાવવા ઉપર એક ટકા ચાર્જ લગાવ્યા બાદ તમને માત્ર 4 ટકાના દરથી ફાયદો મળશે.

એફડીથી આવી રીતે મેળવી શકો છો વધારે ફાયદો

જો તમે બેંકોની વ્યાજદરો જોશો તો તેમાં એક વર્ષ અને તેનાથી વધારેની એફડીમાં મોટુ અંતર નથી હોતું. તેવામાં તમે તમારી પસંદગીની બેંકમાં 1 વર્ષ માટે એફડી કરાવી લો. મેચ્યોરીટી પહેલા જોતા રહો કો બીજી બેંકમાં અને તમારી બેંકમાં તમને ખાસ ઓફર મળી રહી છે, શું આ પછી વ્યાજદરોમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ. જો તમને ક્યાંયથી વધારે વ્યાજ મળે છે તો પૈસા ત્યાં રોકાણ કરી દો. એટલે કે, તમે એફડી ઉપર વધારેમાં વધારે વ્યાજની કમાણી કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.