છાત્રો અને કર્મચારીઓને ગરમીમાં ધક્કા પડતા યુનિવર્સિટી ના મેનેજમેન્ટ સામે રોષ

પાટણ
પાટણ

પાટણ લોકસભા બેઠકની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટીના વહીવટી વિભાગના ક્લાર્કથી લઈ વિભાગના વડા સુધીના કર્મચારીઓને ચૂંટણી ફરજ ની કામગીરીમાં ઓર્ડર કરવામાં આવ્યા હોય મંગળવારના રોજ દિવસભર ચૂંટણીની ફરજમાં જોડાયેલ યુનિવર્સિટી ના અધિકારીઓથી લઇને કમૅચારીઓને બુધવારે જાહેર રજા આપવામાં આવી હતી. જેના કારણે યુનિવર્સિટી બુધવારે ખાલી ખમ્મ જોવા મળી હતી.જોકે 80% કર્મચારીઓને બુધવારે રજા હોવાથી દરેક વિભાગના સ્ટાફ ગેરહાજર રહેતા પૂછપરછ ની બારીથી લઈ સર્ટિ લક્ષી કામગીરીના દરેક ટેબલો કર્મચારી વગર સૂમસામ પડ્યા હોય જેને કારણે યુનિવર્સિટી ના કામ અર્થે આવતા છાત્રો તેમજ સંલગ્ન કોલેજના કર્મચારીઓને ધરમ ના ધકકા ખાવા પડ્યા હતા.

છાત્રો અને કર્મચારીઓને ગરમીમાં ધક્કા પડતા યુનિવર્સિટી ના મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો: હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી જેવી શૈક્ષણિક સંસ્થામા  એકી સાથે 80℅ જેટલો સ્ટાફ રજા ઉપર હોય ત્યારે યુનિવર્સિટી સતાધીશો એ યુનિવર્સિટી ચાલુ રાખવાની જગ્યાએ જાહેર રજા રાખી  યુનિવર્સિટી ના કામ માટે આવતા લોકો ને પણ ભોગવવી પડેલી મુશ્કેલીઓ ભોગવવાનો વારો ન આવ્યો હોત..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.