ડીસાના માલગઢના પાટીયા નજીક માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રાત્રિના સમયે ડીસાથી ઘર તરફ જતાં અકસ્માત નડ્યો : અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જેાડાયા

ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક મંગળવારે રાત્રે અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેથી આજુબાજુના લોકો દોડી આવી યુવકને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મહાદેવપુરા ખાતે રહેતાં ચેતનકુમાર અમૃતલાલ ભલાજી કચ્છવા (માળી) (ઉં.વ.આ. 28) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે ડીસાથી બાઇક લઇને મંગળવારે રાત્રે મહાદેવપુરા તરફ આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક અજાણ્યો વાહન અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે આજુબાજુના લોકો દોડી આવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકનું પી.એમ. ડીસા સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું. આ બનાવથી પરિવારજનો અને ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. માળી સમાજમાં કાલીમાં પ્રસરી ગઇ હતી. જ્યારે બુધવારે સવારે અંતિમ યાત્રામાં માળી સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જેાડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી : ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા નજીક મંગળવારે રાત્રે અજાણ્યો વાહન ચાલક બાઇકને ટકકર મારતા આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં યુવકને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હતા. જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે.જેથી પરિવારજનોમાં આક્રંદના દશ્યો સર્જાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.